ભાવી ભારતના પક્ષ માં (Favor to Future India)


આર્થીક અસંતુલન અને વયક્તિક લોલુપતા એ ભારત નો રાજરોગ બનીચુક્યો છે જેણે ભ્રષ્ટાચાર ની ગંગોત્રીનું નિર્માણ કર્યું છે. ઉત્કૃષ્ટ રાજનીતિ એક માત્ર આનો ઉપાય છે જેનું સર્જન વૈચારિક અંદોલન થી સંભવ છે.

વૈચારિક પારદર્શતા અને સાંસ્કૃતિક સિદ્ધાંતો મળી ને પ્રબળ ચારિત્ર્ય નું નિર્માણ કરતા હોય છે ભગવાન રામ એ પ્રાચીન ભારત નું ઉત્કૃષ્ટ ચારિત્ર્ય નું ઉતમ દર્શન ગણાય અને મહાત્મા ગાંધી એ અર્વાચીન ભારત નું વિશુદ્ધ ચારિત્ર્ય નું જીવંત પાત્ર લેખાય

વિશ્વનો કોઈ સૌથી મોટો પડકાર હોય તો એ ગ્લોબલ વોર્મિંગ / કલાઇમેટ ચેન્જ એટલે કે જળવાયું પરિવર્તન છે જેના લીધે સમગ્ર સૃષ્ટી નું અસ્તિત્વ જોખમ માં છે મારી દ્રષ્ટીએ આપણે સૌએ ગ્લોબલ વોર્મિંગ ની માઠી અસરો થી બચવા માટે પ્રકૃતિ જતન નો રાહ અપનાવવો જોઈએ જે આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વને આપ્યો છે એટલે કે પ્રકૃતિ નું શોષણ નહિ પરંતુ દોહન થવું જોઈએ.

આપણો દેશ ૧૨૫ કરોડ ના માતબર આંકડા સાથે માનવ શક્તિ નો મોટો સ્ત્રોત ધરાવે છે જેને માનવ ઉર્જા (Human Energy) માં રૂપાંતરીત કરી ભારત પોતાના ભવિષ્ય નું ઉજ્જવળ નિર્માણ કરી શકે છે જાપાન, ચીન, દક્ષીણ કોરિયા, તાઇવાન, સિંગાપોર અને હોંગકોંગ જનલોક ભાગીદારી ના ઉત્કૃષ્ટ કેન્દ્રો છે . ૧૨૫ કરોડ ની અખૂટ માનવ ઉર્જાનો સાચો ઉપયોગ કરી અપણે પણ ઉપરોક્ત દેશોની જેમ જનલોક ભાગીદારી નું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની શકીયે તેમ છીએ

માનવ જીવનની યાત્રા એના અસ્તિત્વને આભારી છે. અને અસ્તિત્વ ના લેખાજોખા એના ઈતિહાસ માંથી મળી આવતા હોય છે. ઇતિહાસમાં થયેલી ભૂલો નું સ્વીકૃતીકરણ અને એના આધારિત પ્રદાન થી ભાવીનું નિર્માણ એજ સાચું ઐતિહાસિક સંવર્ધન છે

વૈજ્ઞાનિક અભિગમકોઈ પણ રાષ્ટ્રની શક્તિ એના ઉર્જા રૂપાંતરણ ના સ્ત્રોતો પર આધારિત હોય છે અને એ પ્રક્રિયા ના ભાગરૂપે નવા નવા આવિષ્કારો રાષ્ટ્ર ને સતત સંવર્ધિત કરતા રહેતા હોય છે. એ આવિષ્કારો ના હેતુરૂપ જે વિદ્યા અને અભ્યાસિત ચિંતન સતત થતું રહે તે રાષ્ટ્રીય અભિગમ ને છતું કરનારું છે. જે રાષ્ટ્ર ને વૈજ્ઞાનિક બાબતે પરાવલંબી બનવું પડે છે તેની પ્રાકૃતિક સંપદા પાણી ના ભાવે લુટાઈ જતી હોય છે અને પાણીનો ભાવ પણ સોનાના તોલે થતો હોય છે

રાષ્ટ્ર ઉન્નત રાજનીતિ માનવ જીવન ના સ્વભાવગત મૂળધર્મ ના ભાગરૂપે સ્વાભિમાન રહેલું હોય છે . એ સ્વાભિમાન ઉચ્ચ સામાજિક આદર્શો, સંસ્કૃતિક સિદ્ધાંતો અને વૈચારિક વારસો ધરાવતું હોય છે. અને આ ત્રણેય બાબતો ને ટકાવી રાખવા માટે સ્વાભિમાન જયારે રાષ્ટ્રાભિમાન નું રૂપ ધારણ કરે છે અને જનસમૂહ માં વ્યવહારિક રૂપથી પ્રદાન કરે છે ત્યારે રાષ્ટ્ર ઉન્નત રાજનીતિનું નિર્માણ થાય છે.